સુરેન્દ્રનગર: વઢવાણમાં વૃક્ષને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની કરાય છે ઉજવણી

પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષા દોશી સતત 15 વર્ષથી 1500 થી વધુ મહિલાઓ સાથે સૌથી પહેલા રાખડી વૃક્ષને બાંધે છે, અને લોકોને વધુમાં વધુ વૃક્ષનું વાવતેર કરવા માટે પ્રેરણા આપે છે

New Update

વઢવાણના પૂર્વ ધારાસભ્યનો અનોખો વૃક્ષપ્રેમ 

Advertisment

સતત 15 વર્ષથી વૃક્ષને બાંધે છે રાખડી 

1500 થી વધુ મહિલાઓ અભિયાનમાં જોડાઈ 

વિદ્યાર્થીનીઓએ પણ લીધો ઉત્સાહભેર ભાગ 

વૃક્ષના ઉછેરને જતન માટે લોકોને આપ્યો સંદેશ  

સુરેન્દ્રનગરના વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષા દોશીએ એક અનોખા અભિયાનની શરૂઆત કરી હતી,જે અંતર્ગત સતત 15 વર્ષથી બધી બહેનો ભેગી મળીને વૃક્ષને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે. 

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ વર્ષા દોશી સતત 15 વર્ષથી 1500 થી વધુ મહિલાઓ સાથે સૌથી પહેલા રાખડી વૃક્ષને બાંધે છે, અને લોકોને વધુમાં વધુ વૃક્ષનું વાવતેર કરવા માટે પ્રેરણા આપે છે,તેમજ વૃક્ષના ઉછેર તેની કાળજી રાખવા માટે વૃક્ષને રાખડી બાંધવાની અનોખી પરંપરા આજે પણ અતૂટ રહી છે. 
Advertisment
આ પ્રસંગે વર્ષા દોશી સાથે ગરબે રમતા રમતા આ અનોખા રક્ષાબંધનની ઉજવણીમાં એમ.એલ.દોશી સ્ત્રી ઉત્તર બુનિયાદી કોલેજની વિદ્યાર્થીનીઓએ પણ ઉત્સાહભેર  ભાગ લીધો હતો.
Advertisment