Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : વઢવાણની એક સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 61.30 લાખનો હાથ ફેરો કર્યો

વઢવાણ શહેરના એકતા સોસાયટીમાં ઘરના સભ્યો બહાર જતા બે તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા 61.30 લાખ રોકડા ચોરી કરી ફરાર

X

વઢવાણ શહેરના એકતા સોસાયટીમાં ઘરના સભ્યો બહાર જતા બે તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા 61.30 લાખ રોકડા ચોરી કરી ફરાર થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ જવા પામી હતી પોલીસે તાત્કાલિક ટીમો બનાવી બંને આરોપીઓને ઝડપી રૂપિયા 35 લાખ જપ્ત કરી આરોપીઓની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રોજ બરોજ લુટ, મારામારી, મર્ડર, જુથ અથડામણ કે બીન વારસી મૃતદેહ મળવા કોઇ નવી વાત નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરના જોડીયા શહેર વઢવાણમાં તસ્કરોએ મોટો હાથ મારતા પોલીસની ઉંઘ ઉડાડી દીધી હતી..વઢવાણ અમદાવાદ હાઇવે પર આવેલ એકતા સોસાયટીમાં ફાતિમાબેન લોખંડવાલાનો ઓરાજી પરિવાર રહે છે અને સુરેન્દ્રનગર શહેરમાં બુટ ચંપલ શોરૂમ ધરાવે છે . આ પરિવાર મસ્જિદમાં ઘર બંધ કરી ગયા હતા ત્યારે તસ્કરો બપોરના સમયે સોસાયટીમાં આવી અને પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરની તિજોરી કબાટ સહિતની વસ્તુઓ રફેદફે કરી હતી પરંતુ કઇ નહિ મળતા તસ્કરોએ પેટી પલંગ ખોલી જોતા થેલીઓમાં ભરેલા રૂપિયા 61.30 લાખ રોકડા તસ્કરો ચોરી કરી ફરાર થયા હતા.

બપોર બાદ ઘરના સભ્યો ઘરે આવતા તેઓને ચોરીની જાણ થઈ હતી જેથી તાત્કાલિક વઢવાણ પોલીસના જાણ કરતા ઘટના સ્થળે વઢવાણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારી પણ પોહોચી તપાસ હાથ ધરી હતી અને ધોળા દિવસે મોટી રકમની ચોરી થતા પોલીસને પણ તસ્કરોએ જાણે પડકાર ફેલાયો હોઇ તેવો ઘાટ સર્જાયો હતો.પોલીસે તપાસ હાથ ધરતા આજુબાજુના પાડોસીના સી.સી. ટીવીમાં બે તસ્કરો ઘરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા વઢવાણમાં જ બારીરોડ પર રહેતા ઝુપડામાં આ તસ્કરો રહેતા હોઇ પોલીસે એક આરોપીને ઝડપી આગવી ઢબે પુછપરછ કરતા તેણે અને તેના ભાઇએ આ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી

Next Story