Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાની સામાજિક સંસ્થાનો સેવાયજ્ઞ, લોકોને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં 300થી વધુ લોકોને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

જીવદયા પ્રેમીઓ પશુ-પક્ષીઓને બચાવવા પોતપોતાની રીતે વિવિધ સેવાકીય કાર્યો કરી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પશુ-પક્ષીઓના હિતમાં અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં ધ્રાંગધ્રા શહેરના ગ્રીનચોકમાં છેલ્લા કેટલાક વર્ષોથી સેવાકીય કાર્ય કરી રહેલા અરાઈઝ ગ્રુપના યુવાનો દ્વારા 300થી વધુ ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાંગધ્રામાં સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ પશુ-પક્ષીઓ માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં પર્યાવરણ બચાવવા માટે સાર્થક પ્રયાસો કરવા સાથે આવનારી પેઢીને ધાર્મિક અને પર્યાવરણીય મુદ્દાઓથી વાકેફ કરવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુલના સંત, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવક ભક્તોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Next Story