Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરના સુદામડામાં બે જૂથ વચ્ચે સામસામે હવામાં ફાયરીંગ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

કાઠી સમાજ અને રબારી સમાજના બે જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો.

X

સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડામા અંગત અદાવતમા બે જૂથોએ સામસામે હવામાં ફાયરિંગ કર્યા હતા. અને બાદમાં ઘરમાં ભરેલી કડબ પણ સળગાવવામાં આવી હતી. જેમાં કાઠી અને રબારી સમાજના બે જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો. ખનીજના ખાડા બાબતે માથાકૂટ સર્જાયા બાદ મામલો તંગ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલિસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ વચ્ચે સુદામડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ.સુરેન્દ્રનગરના સુદામડામાં બે જૂથ વચ્ચે સામસામે હવામાં ફાયરીંગ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું


આજરોજ સાયલા તાલુકાના સુદામડા ગામે ગભરુભાઈ સગરામભાઇ મોગલ ( રબારી ) ( રહે-સુદામડા ) તથા દેવાયતભાઈ નાગભાઇ ખવડ ( કાઠી ) ( રહે-સુદામડાવાળાને એકબીજાના ભરડિયા તથા ખાણના રસ્તા બાબતે બોલાચાલી થતાં થયેલા સામાન્ય ઝઘડાએ પળવારમાં વરવુ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. જે બનાવની જાણ થતા તાત્કાલીક સાયલા પોલીસ તથા જિલ્લાની બ્રાન્ચના અધિકારીઓ તથા સ્ટાફ તથા જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ કર્યું હતું હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગામમાં અજંપાભરી શાંતિ છે.

સુદામડામા અંગત અદાવતમા બે જૂથોએ સામસામે હવામાં ફાયરિંગ કર્યા હતા. અને બાદમાં ઘરમાં ભરેલી કડબ પણ સળગાવવામાં આવી હતી. જેમાં કાઠી અને રબારી સમાજના બે જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો. ખનીજના ખાડા બાબતે માથાકૂટ સર્જાયા બાદ મામલો તંગ બન્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલિસ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ગામમાં તંગદિલીભર્યું વાતાવરણ વચ્ચે સુદામડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ.

Next Story