Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ચોટીલાના છેવાડાના ગામોના રસ્તા અને ગામતળની સમસ્યા ઘેરી બની

લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામનો ત્રણેક વર્ષથી રસ્તો અને ગામતળની સમસ્યા ઘેરી બની છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના છેવાડાનું લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામનો ત્રણેક વર્ષથી રસ્તો અને ગામતળની સમસ્યા ઘેરી બની છે. જેમાં હાઈવેને જોડતા રસ્તા પર નાળાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી ચોમાસામાં જીવનાં જોખમે નદી પાર કરીને ચાલવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના છેવાડાના લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામના ત્રણેક વર્ષથી રસ્તો અને ગામતળની સમસ્યા ઘેરી બની છે. એમાં હાઈવેને જોડતા રસ્તા પર નાળાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી ચોમાસામાં જીવનાં જોખમે નદી પાર કરીને ચાલવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે. જેમાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ દુર્ગમ કાચા રસ્તા પર નદી પાર કરીને પહોંચ્યા હતા.

ચોટીલા પંથકમાં ગ્રામજનોએ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને રજૂઆત કરતા તેઓ તાકીદે લોમા કોટડી ગામે દોડી ગયા હતા. જ્યાં ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ રાજકોટ ચોટીલાના અધિકારીઓને સ્થળ પર બોલાવી ગ્રામજનોની સમસ્યાનો તાબડતોબ ઉકેલ લાવવા આદેશ કર્યો હતો.ચોટીલાના ધારાસભ્ય સહિત લોમા કોટડી ગામે સ્થાનિક અગ્રણી લધુભાઇ ધાંધલ પણ ગામની મુલકાત લીધી હતી. જ્યારે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે મુલાકાત કરીને રજૂઆત કરી હતી. અને જ્યાં સુધી લોમા કોટડી ગામની પ્રાથમિક સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી ગામ નજીક કામગીરી અટકાવી દેવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

Next Story