Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: રણમાં શાળા બસ લઇ જતુ ટ્રેક્ટરે મારી પલ્ટી; અકસ્માતમાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી

ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં ‘સ્કુલ ઓન વ્હીલ્સ’ની શરૂઆત થઈ રહી છે. ત્યારે રણમાં બસ શાળા લઈ જતુ ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું

સુરેન્દ્રનગર: રણમાં શાળા બસ લઇ જતુ ટ્રેક્ટરે મારી પલ્ટી; અકસ્માતમાં ચાલકને  ગંભીર ઇજાઓ પહોંચી
X

ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં 'સ્કુલ ઓન વ્હીલ્સ'ની શરૂઆત થઈ રહી છે. ત્યારે રણમાં બસ શાળા લઈ જતુ ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. જેમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જેથી તેને પ્રાથમિક સારવાર અર્થે પાટડીની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. જે બાદ હાલત નાજૂક જણાતા ફરજ પરના હાજર તબીબે એને વધુ સારવાર અર્થે અન્ય જગ્યાએ રીફર કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગના સચિવ થોડા સમય અગાઉ જ્યારે રણ શાળાની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમણે 16 બસો અલગ અલગ જગ્યાએ મુકવાના બદલે એક જગ્યાએ 4 બસ, અને 4 શિક્ષક તેમજ 1થી 4 ધોરણ સુધીની નિશાળ હોવાથી બાળકોને નિશાળ સુધી આ આવવાની વ્યવસ્થા કરવામાં આવે તેવો ફેરફાર સુચવ્યો હતો. તેમાં પણ ગયા વર્ષે કોરોનાના લીધે થોડાક જ દિવસો માટે બસ રણમાં હતી. આ વર્ષે કમોસમી વરસાદના લીધે રણમાં બસ ટો કરીને લઈ જવામાં મુશ્કેલી થઈ રહી હતી.


આ દરમિયાન ઝીંઝુવાડાના વિસનગર રણમાં ટ્રેક્ટરની પાછળ ટો કરીને બસ શાળાને રણમાં લઈ જવાઇ રહી હતી. ત્યારે બસ શાળા આગળનું ટ્રેક્ટર રણમાં અચાનક પલટી ખાઈ જતાં ટ્રેક્ટર ચાલકને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી હોસ્પિટલે લઈ જવાયા બાદ હાલત નાજૂક જણાતા ફરજ પરના હાજર તબીબે એને વધુ સારવાર અર્થે રીફર અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં બાકીની રહી ગયેલી બસ શાળાને રણમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Story