-
મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર અકસ્માત
-
એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત
-
અકસ્માત થતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
-
બસમાં સવાર 7 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી
-
પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી. બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી. પાટણથી દ્વારકા તરફ જતી એસટી બસને અકસ્માત નડતાં બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જેમાં ચાલકને બચાવવા જતા એસટી. બસ રોડની સાઈડ પર નીચે ઉતરી ઇલેક્ટ્રીક પોલ સાથે અથડાય હતી.
આ ઘટનામાં બસમાં સવાર 7 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત કારને પણ નુકશાન થવા પામ્યું હતું. જોકે, 1 કલાક જેટલો સમય વીતી જવા છતાં એસટી. વિભાગ દ્વારા અન્ય બસની વ્યવસ્થા નહીં કરાતા મુસાફરો અટવાયા હતા. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.