-
થાનગઢના સારસાણા ગામે ત્રિપલ મર્ડરની ઘટનાનો મામલો
-
પિતા-પુત્ર અને માતાની હત્યા મામલે પોલીસે તપાસ હાથ ધરી
-
હત્યા મામલે પોલીસે અગાઉ 4 આરોપીઓની કરી હતી ધરપકડ
-
પોલીસના હાથે વધુ 2 નાસતા ફરતા આરોપીઓ પણ ઝડપાયા
-
મૈત્રી કરારમાં સમાધાનની રકમ નહીં મળતા કરી હત્યા : પોલીસ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સારસાણા ગામની સીમની વાડીમાં પિતા-પુત્ર અને માતાની હત્યા મામલે પોલીસે વધુ 2 નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સારસાણા ગામમાંથી ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી હતી. મૈત્રી કરાર કરનાર યુવતીના પૂર્વ પતિ, ભાઇ અને કાકા સસરાની હત્યામાં મદદ કરનાર 4 આરોપીને પોલીસે પકડી લીધા હતા. આ લોહીયાળ જંગમાં મૈત્રી કરારના સમાધાન પેટે પૂર્વ પતિને રૂ. 2.50 લાખ આપવાનું નક્કી થયું હતું. જે રકમ ન આપવાના કારણે યુવતી સાથે મૈત્રી કરાર કરનાર યુવક તેના પિતા અને માતાની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી.
આ મામલામાં પોલીસે નાસતા ફરતા વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપી દિનેશ સાબળીયા અને દિનેશ સાપરાને પોલીસે ઝડપી પાડ્યા છે. પિતા-પુત્ર અને માતાની હત્યા નીપજાવનાર તમામ 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેમ પ્રકરણ મામલે તમામ આરોપીઓએ પ્રથમ પિતા અને પુત્રની હત્યા નીપજાવી હતી, જેમાં ઈજાગ્રસ્ત માતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા ઘટના ત્રીપલ મર્ડરમાં પરિણમી હતી.