સુરેન્દ્રનગર : 31 ગામના ગ્રામજનો નર્મદાના નીરથી રહ્યા વંચિત, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી...

નર્મદાના નીરથી 31 ગામના ગ્રામજનો પાણી મુદ્દે વહીવટી તંત્રને કરી છે વારંવાર રજૂઆત,ચૂંટણીનો બહિષ્કાર કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી

New Update
સુરેન્દ્રનગર : 31 ગામના ગ્રામજનો નર્મદાના નીરથી રહ્યા વંચિત, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી...

સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકાના 31 ગામના ગ્રામજનો નર્મદાના નીરથી વંચીત છે, ત્યારે આ ગામના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને ધ્રાંગધ્રા તાલુકામાં નર્મદાના નીરથી વંચીત 31 ગામના સરપંચ તેમજ આગેવાનો દ્વારા છેલ્લા 10 માસથી નર્મદાના પાણી મામલે સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવ્યું છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી, ત્યારે અહીના ગ્રામજનો સહિત રોષે ભરાયેલા સરપંચ અને આગેવાનો રજૂઆત કરવા જિલ્લા કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા પાણી આપવા અંગે જો તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો તમામ 31 ગામોમાં આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. એટલું જ નહીં, સરકાર વિરૂધ્ધ મતદાન કરવાની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. જેને લઇને તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. અગાઉ પાણી માટે આંદોલન કરતા સરકાર દ્વારા માત્ર લોલીપોપ આપવામાં આવી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.

Latest Stories