સુરેન્દ્રનગર : મહિલા PSI દારૂના કન્ટેનરનું પાયલોટિંગ કરતાં ઝડપાયા,સ્ટેટ મોનીટરિંગ સેલની કાર્યવાહી

રાજકોટ લઇ જતાં વિદેશી દારૂ ભરેલા ટ્રકને લઇ જતાં ટ્રક ડ્રાઇવર સહીત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ૪ પોલીસ કર્મચારીઓની પુછપરછ હાથ ધરતા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો.

સુરેન્દ્રનગર : મહિલા PSI દારૂના કન્ટેનરનું પાયલોટિંગ કરતાં ઝડપાયા,સ્ટેટ મોનીટરિંગ સેલની કાર્યવાહી
New Update

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમના અમુક પોલીસ કર્મચારીઓ ગેરકાયદેસર રીતે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસેથી દારૂ ભરેલો ટ્રક પકડી લઇ રાજકોટ લઇ જતાં વિદેશી દારૂ ભરેલા ટ્રકને લઇ જતાં ટ્રક ડ્રાઇવર સહીત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ૪ પોલીસ કર્મચારીઓની પુછપરછ હાથ ધરતા સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો..

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બુમરાડો ઉઠતી હોય છે અને અવારનવાર પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલા ટ્રક પણ ઝડપી લેવામાં આવતા હોય છે . રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીએસઆઇ અને તેમના પાંચ માણસો રાજકોટ સિટીથી 80 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવેલા સાયલા પોલીસ સ્ટેશનની હદમાં દારૂના ટ્રકનું પાઇલોટિંગ કરી રહ્યા હતા અને તેમની સાથે ચાર પોલીસ કર્મીઓ હાજર હતા. ગુજરાતમાં પહેલીવાર આવું બન્યું છે કે દારૂ ભરેલા કન્ટેનરનું કોઈ મહિલા પીએસઆઈ પાયલોટિંગ કરી રહ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે તમામને ઝડપી પાડી સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કન્ટેનરનું પાયલોટિંગ કરતાં રાજકોટ સિટી પોલીસ ફરી વિવાદમાં આવી છે. અગાઉ રાજકોટ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ, પીએસઆઇ સહિતના કર્મચારીઓ પૈસાની ઉઘરાણી કરતા હતા. તેવા આક્ષેપો હેઠળ રાજકોટ કમિશનર અને તેમના નજીકના કર્મીઓની બદલી સરકારે કરી હતી. તેવામાં મહિલા પીએસઆઈ અને પોલીસકર્મીઓ દારૂ ભરેલા કન્ટેનરનું પાયલોટિંગ કરતા ઝડપાયા છે. તેમાંથી 394 દારૂની પેટી ભરેલા ટ્રકમાં બે પોલીસકર્મીઓ હાજર હતા. આ ટોળકીને એસએમસીએ પકડી પાડી હતી.

#PSI #Women #Women PSI #liquor containers #piloting #caught #BeyondJustNews #Surendranagar #Connect Gujarat #State Monitoring Cell #Rajkot Crime Branch
Here are a few more articles:
Read the Next Article