/connect-gujarat/media/post_banners/f3c5dafd8204b47e9ca9d3d586fd3e267ca76c91d79f57df34f3ecec273b659f.jpg)
આજે વિશ્વ પર્યટન દિવસની ઉજવણી અંતર્ગત દેશના પ્રથમ જ્યોર્તિલિંગ અને પ્રવાસન ક્ષેત્રે દિનપ્રતિદિન હરણફાળ ભરી રહેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આજે વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે સોમનાથ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશ્વ પર્યટન દિવસની ઉજવણી અંતર્ગત ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દેશમાં 108 સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે પૈકી સોમનાથ મહાદેવ મંદિર તેમજ આજુબાજુના વિસ્તારમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના અધિકારી રાધિકા શર્માએ આ તકે જણાવ્યું હતું કે, આજે વિશ્વ પર્યટન દિવસની વિશેષ ઉજવણી અંતર્ગત દેશના 108 સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે પૈકી સોમનાથ મહાદેવ મંદિર અને આજુબાજુ સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યાત્રાધામ સોમનાથ ખાતે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે સ્વચ્છતાને લઈ હજુ પણ લોક જાગૃતિ લાવવી જરૂરી છે. પ્રવાસીઓને પણ યાત્રાધામ અને આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.