New Update
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ. 12 લાખના ચરસના જથ્થા સાથે SOG પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરીનું પ્રમાણ વધતા બનાસકાંઠા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. જેમાં બનાસકાંઠા SOG પોલીસે રીક્ષામાંથી ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે રીક્ષામાં રહેલા ચરસના જથ્થા સાથે 2 શખ્સોની અટકાયત પણ કરી હતી. આ ચરસની અંદાજે કિંમત રૂ. 12.84 લાખ થવા જઈ રહી છે. રાજસ્થાનથી ડીસા તરફ રીક્ષામાં ચરસ લઈ જવાતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે હાલ તો બનાસકાંઠા SOG પોલીસે રૂ. 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories