Connect Gujarat
ગુજરાત

તાપી : વ્યારામાં કોંગ્રેસનું જન જાગરણ અભિયાન, કોંગી નેતાઓએ કરી ટ્રેકટરની સવારી

વ્યારા ખાતે કોંગ્રેસનું જન જાગરણ અભિયાન પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્મા રહયાં ઉપસ્થિત

X

દેશમાં કૃષિ કાયદાઓ રદ થયા બાદ તાપીના વ્યારા ખાતે યોજાયેલાં કોંગ્રેસના જન જાગરણ અભિયાનમાં નેતાઓ ટ્રેકટરમાં સવાર થઇ સભાસ્થળે પહોંચ્યાં હતાં. તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે સભ્ય નોંધણી અભિયાનમાં કોંગ્રેસના પ્રદેશ સંગઠન પ્રભારી ડો રઘુ શર્મા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહયાં હતાં. કૃષિ કાયદા પરત ખેંચવા મુદ્દે ગુજરાતના પ્રભારી ડૉ. રઘુ શર્માએ આ પ્રમાણે જણાવ્યું..

બીજી તરફ કૃષિ કાયદો પરત ખેંચવાની ઉજવણીના ભાગરૂપે સુરતના માંડવીથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી ટ્રેકટર રેલી કાઢી વ્યારા ખાતે પહોંચ્યા હતાં.શહેરના ટાઉન હોલ ખાતે સભા યોજાઈ હતી. જેમાં આપના આગેવાન અને નિવૃત પોલીસ કર્મચારીએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.

Next Story
Share it