તાપી : સંજીવની દૂધ પીધા બાદ કસવાવ આંગણવાડી કેન્દ્રના બાળકોને થયું ફૂડ પોઇઝનિંગ...

તાપી જિલ્લામાં ICDS વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કસવાવ આંગણવાડી કેન્દ્રમાં બાળકોએ સંજીવની દૂધ પીધા બાદ ફૂડ પોઇઝનની અસર થઈ હતી

New Update
તાપી : સંજીવની દૂધ પીધા બાદ કસવાવ આંગણવાડી કેન્દ્રના બાળકોને થયું ફૂડ પોઇઝનિંગ...

તાપી જિલ્લામાં ICDS વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. કસવાવ આંગણવાડી કેન્દ્રમાં બાળકોએ સંજીવની દૂધ પીધા બાદ ફૂડ પોઇઝનની અસર થઈ હતી, ત્યારે 3 બાળકોની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisment

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસવાવ ગામની આંગણવાડી કેન્દ્રમાં બાળકોને સંજીવની યોજના હેઠળ દૂધ આપવામાં આવ્યું હતું. જે પીધા બાદ 3 બાળકોને ફૂડ પોઇઝનની અસર થઈ હતી. બાળકોની તબિયત લથડતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

કસવાવ આંગણવાડી કેન્દ્રમાં દૂધ પીધા બાદ પુરવ ગામીત, યમ્સ ગામીત અને વિવાન ગામીત નામના બાળકોને ઝાડા ઉલટી થતા વ્યારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે, ICDS વિભાગની ઘોર બેદરકારી સામે આવતા બાળકોના વાલીઓ પણ રોષે ભરાય હતા.

Advertisment