Connect Gujarat
ગુજરાત

તાપી: દેશનો પ્રથમ "સહકારથી સમૃદ્ધિ"નો કાર્યક્રમ આજે બાજીપુરા ખાતે યોજાશે, કેન્દ્રિય પ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત

તાપી: દેશનો પ્રથમ સહકારથી સમૃદ્ધિનો કાર્યક્રમ આજે બાજીપુરા ખાતે યોજાશે, કેન્દ્રિય પ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત
X

કેન્દ્રીય સહકારીતા મંત્રાલય દ્વારા આજે દેશનો પ્રથમ "સહકારથી સમૃદ્ધિ"નો કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે અને મોટી સંખ્યામાં હાજર રહેલા પશુ પાલકોને સંબોધન કરશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ સહકાર સંમેલન તાપીના બાજીપુરામાં યોજાશે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુમુલ ડેરીએ બનાવેલા સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત નવી પારડીમાં બટર કોલ્ડ સ્ટોરેજ અને પાવડર વેરહાઉસનો પણ અમિત શાહ શિલાન્યાસ કરવાના છે. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સહકારમંત્રી જગદીશ પંચાલ, ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવી અને કૃષિરાજયમંત્રી મુકેશ પટેલ પણ હાજર રહેશે તો તાપી, સુરતના સહકારી મંડળીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.

Next Story
Share it