તાપી : વન્ય પ્રાણીના શિકાર કરવા નીકળેલી ટોળકીને પોલીસે દબોચી લીધી, હાથ બનાવટની બંદૂક જપ્ત...

તાપી જિલ્લા એસઓજી પોલીસે ડોલવણ તાલુકાના આરક્ષિત જંગલ વિસ્તારમાંથી શિકારી ટોળકીને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ કાળીકાકર ડુંગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક શિકારી ટોળકી પશુ-પક્ષીઓના શિકારને અંજામ આપવાના કાવતરાને ઘડી રહી હતી, ત્યારે આરક્ષિત જંગલ વિસ્તારમાંથી બાતમીના આધારે વન્ય પ્રાણીના શિકાર કરવા માટે નીકળેલી ટોળકીને એસઓજી પોલીસે ઝડપી લીધી છે. જેમાં પોલીસે વિજય કોંકણી, રાકેશ કોંકણી અને સચિન કોંકણી મળી કુલ 3 આરોપીને દેશી હાથ બનાવટની સિંગલ બેરલ બંદૂક સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories