તાપી : રૂ. 3 લાખમાં સોપારી આપી સાથી આરોપીઓ સાથે મળી સાવકા ભાઈએ જ કરી ભાઈની હત્યા...

ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી 23 વર્ષીય યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

તાપી : રૂ. 3 લાખમાં સોપારી આપી સાથી આરોપીઓ સાથે મળી સાવકા ભાઈએ જ કરી ભાઈની હત્યા...
New Update

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી 23 વર્ષીય યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે LCB પોલીસે મૃતકના સાવકા ભાઈ સહિત 3 શખ્સોની અટકાયત કરી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કરંજખેડ ગામે રહેતા 23 વર્ષીય યુવક સંપત કોંકણીનો હત્યા કરાયેલી હાલતમાં પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલાની તપાસ LCB પોલીસને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા મૃતક સંપતના પિતા આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને કોરોના કાળ દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. સરકારના નીતિ નિયમો મુજબ પરિવારને આર્થિક સહાય પણ મળી હતી. જે નાણાંની વહેચણી બાબતે તેના સાવકા ભાઈ સાથે સામાન્ય ઝગડો ચાલ્યા કરતો હતો. એ બાબતની તપાસમાં મહત્વની કળી મળતા LCB પોલીસે સમગ્ર મામલે સાવકા ભાઈ સહિત 3 શખ્સોની અટકાયત કરતા, આ હત્યા તેઓ દ્વારા કરાય હોવાનું બહાર આવ્યું હતું. પોતાના જ સાવકા ભાઈની પૈસા માટે હત્યા કરવાનું કાવતરું રચ્યા બાદ સાવકા ભાઈ સંદીપ કોંકણીએ મૃતક સંપતના બાળકો બીમાર રહેતા હોઈ જેઓ સાજા થઈ જશે. એ માટે જંગલ વિસ્તારમાં જઈ વિધિ કરવાની લાલચ આપી હતી. બાદમાં સાવકા ભાઈએ વિધિ કરવાના બહાને જંગલ વિસ્તારમાં લઇ જઇ, ત્યાં અન્ય આરોપીઓ કિરણ બાગુલ અને એક કિશોર વયના સગીર સાથે મળી બારબોરની બંદૂક વડે મૃતકને ગોળી મારી કિરણ બાગુલએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે તપાસ કરતા આરોપી સાવકા ભાઈએ સાથી આરોપીઓને રૂ. 3 લાખમાં સોપારી આપી હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે.

#Murder News #CGNews #accused #Tapi #arrested #village #Brother #Gujarat #shot dead
Here are a few more articles:
Read the Next Article