Connect Gujarat
ગુજરાત

ધાબે ચઢ્યો આખલો..! : પાટણ-રાધનપુરમાં આખલાની અડફેટે મહિલાને ઇજા, ધાબે ચઢેલા આખલાને લોકોએ માંડ માંડ નીચે ઉતાર્યો...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આખલાનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં આર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

X

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આખલાનો આતંક સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાયલ થતાં આર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના રાધનપુર શહેરની વડપાસર પોલીસ ચોકી સામે 2 આખલાઓ બાખડ્યા હતા. આ દરમ્યાન નજીકમાંથી પસાર થતી એક મહિલા આખલાઓની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જે બાદ ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ, બન્ને આખલાઓનું યુદ્ધ લાંબુ ચાલતા એક આખલાએ બજારમાં રહેલી દુકાનના ધાબા ઉપર ચઢી જઈ ભારે તોફાન મચાવ્યું હતું. જોકે, ભારે જહેમત બાદ લોકોએ આખલાને દુકાનના ધાબા પરથી નીચે ઉતરતા આખલો દુકાનમાં ઘૂસી ગયો હતો, જ્યાં દુકાન રહેલ સામાનની તોડફોડ કરી નુકસાન પહોચાડ્યું હતું, ત્યારે હાલ તો નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈને ઢોર પાર્ટી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Next Story