Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સુરખાબે કચ્છના નાના રણમાં બનાવ્યો આશિયાનો, વન વિભાગે જાહેર કર્યો વિડીયો

કચ્છના નાના રણમાં સાયબીરીયન પક્ષી સુરખાબની આખી વસાહત મળી આવી છે.

X

કચ્છના નાના રણમાં સાયબીરીયન પક્ષી સુરખાબની આખી વસાહત મળી આવી છે. કચ્છના નાના રણના કામણમાં વધારો કરતો વિડીયો વન વિભાગે જાહેર કર્યો છે.

સાયબેરીયાથી દર વર્ષે સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ ગણાતાં વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. એક બાજુ કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી છે. સુરખાબ પક્ષીઓની વસાહતનો વિડીયો વન વિભાગે જાહેર કર્યો છે.

અત્યાર સુધી સુરખાબ દર વર્ષે કચ્છના મોટા રણમાં શીયાળો ગાળવા આવતાં હતાં. હજારોની સંખ્યામાં લાઇનબધ્ધ અનોખી માળા વસાહત બનાવી ઇંડાઓનું સંવનન કરી હજારોની સંખ્યામાં બચ્ચાઓને જન્મ આપે છે. માનવીય ખલેલથી દુર એવા રણમાં ઉડતા શીખવાડી બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરી પોતાના માદરે વતન પરત ફરે છે. 1998 બાદ આ વર્ષે કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી હતી. વન વિભાગે જાહેર કરેલો વિડીયો ઓકટોબર મહિનામાં બનાવાયો હોવાનું જાણવા મળ્યું છે.

Next Story