New Update
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માંડવાળી ગામમાં મજૂરી કામ કરતા પતિ પત્નીની વચ્ચે ગૃહકલેશ સર્જાતો હતો, જેમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી.જેના કારણે ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
પતિ પત્ની વચ્ચે ગૃહકલેશ બન્યો હત્યાનું કારણ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માંડવાળી ગામની સીમમાં શિવા સનાભાઇ વાંસીયાએ મજૂરી કામ કરતા હતા.અને તેઓએ આઠ વર્ષ પહેલા અસ્મિતાબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.લગ્નજીવનમાં તેમને ત્રણ સંતાન છે.જોકે પતિ પત્ની વચ્ચે ગૃહકલેશ વકરતા વારંવાર ઝઘડો થતો હતો,જેમાં ઉશ્કેરાયેલા પતિ શિવાએ પત્ની અસ્મિતાને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી,અને ઘટના બાદ ફરાર થઇ ગયો હતો,સર્જાયેલી ઘટનામાં ત્રણ સંતાનોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.ફરાર આરોપી પતિને પોલીસે પાલીતાણા પંથક માંથી ટેકનિકલ અને વુમન સોર્સની મદદથી ઝડપી લીધો હતો.અને હત્યારા પતિને પોલીસે જેલ ભેગો કરી વધુ તપાસ શરૂ કરી હતી.
Latest Stories