અમરેલી: સાવરકુંડલામાં ધોળા દિવસે હીરાના કારખાનેદારના અપહરણથી ચકચાર,પોલીસે કરી 4 આરોપીઓની ધરપકડ

સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે હીરાના કારખાનેદારની થયેલ અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા

New Update
  • સાવરકુંડલામાં હીરા કારખાનેદારના અપહરણની ઘટના

  • ધોળે દિવસે સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ કર્યું અપહરણ

  • પોલીસે ગણતરીના સમયમાં જ 4 આરોપીઓની કરી ધરપકડ

  • પોલીસે અપહરણકર્તાની કેદમાંથી યુવકને કરાવ્યો મુક્ત

  • આર્થિક લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હોવાનું અનુમાન 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોળા દિવસે એક હીરાનું કારખાનું ધરાવતા યુવકનું સ્વિફ્ટ કારમાં આવેલા 3 યુવકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે અપહરણની ઘટનાCCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં આવેલા અપહરણકારો ભરત પાઘડાળનું અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા.સુરતના બારડોલી ખાતે આ ભરત પાઘડાળ હીરાનું કારખાનું ધરાવતો હતો,જોકે કારખાનામાં ખોટ જતાં સાવરકુંડલા આવ્યો હતો.અને પૈસાની લેતી દેતીમાં અપહરણ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું,

ઘટનામાં અમરેલીLCB, SOG અને સાવરકુંડલા સીટી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા અપહરણકર્તા 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ગોંડલ નજીકથી ઝડપી લેવામાં પોલીસ તંત્ર સફળ થયું હતું.

અપહરણકર્તા રાજકોટ જિલ્લાના નાના ઈંટોળાના તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજારાજકોટના મેટોડા ગામના ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાજૂનાગઢના કેશોદના કિશોર નારણ પંપાણીયા અને પિયુષ રામજી સાવલિયાની હીરાનું કારખાનું ધરાવતા ભરત પાઘડાળને અપહરણ કરતાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો.આરોપીઓને સાવરકુંડલા સીટી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા.અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ
રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી
બે દિવસમાં 15 ઢોર પકડાયા
ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી
ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.