ગુજરાતની ધરતી, જ્યાં શ્વેતક્રાંતિ અને મધુક્રાંતિનો ઉદય થયો, હવે સૂર્યક્રાંતિ ઉભી થઈ : PM મોદી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યને વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. તેમજ મેટ્રો ફેજ-2નું ઉદ્ઘાટન કરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.

New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ગુજરાતના પ્રવાસે

ગુજરાતને 8 હજાર કરોડના પ્રોજેક્ટની ભેટ મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ફેજ-2નું ઉદ્ઘાટન કર્યું

લાભાર્થીઓને આવાસોની ચાવી અર્પણ કરવામાં આવી

PM મોદીએ 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યને વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. તેમજ મેટ્રો ફેજ-2નું ઉદ્ઘાટન કરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી. આ સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભર્થીઓને PM મોદીએ મકાનની ચાવી અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમિટમાં PM મોદીએ જણાવ્યુ હતું કેગુજરાતની ધરતી જ્યાં શ્વેતક્રાંતિ અને મધુક્રાંતિનો ઉદય થયો અને હવે આ ભૂમિ પર સૂર્યક્રાંતિ ઉભી થઈ છે. ગુજરાતએ ભારતનું રાજ્ય છેજ્યાં સૌપ્રથમ સૌર ઊર્જા નીતિ બનાવવામાં આવી હતીજ્યારે PM મોદીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતુંઅને સેક્શન-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરી હતી. 

PM મોદીએ અમદાવાદના GMDC ખાતેથી બટન દબાવીને ગુજરાતને 8 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. સિંગલ વિન્ડો IFCA સિસ્ટમ લોન્ચ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી અર્પણ કરી હતી. આ સાથે જ દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. આ ટ્રેન ભુજથી અમદાવાદની વચ્ચે દોડશે. અત્રે ઉલ્લેખનીય છે કેઉદ્ઘાટન પહેલા જ RRTSનું નામ રેપિડએક્સથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું છે. આ સાથે વડાપ્રધાન મોદીએ 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ અમદાવાદ શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું.

Latest Stories