હીટવેવને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, આકરી ગરમી માટે રહેજો તૈયાર

કાળજાળ ગરમી સાથે આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં જ દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે

New Update
હીટવેવને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, આકરી ગરમી માટે રહેજો તૈયાર

કાળજાળ ગરમી સાથે આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં જ દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે ત્યારે તાપમાનમાં વધારો જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં જોરદાર ગરમી અનુભવાશે. ભારતીય હવામાન વિભાગે હીટવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં ગરમીએ છેલ્લા 122 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ઘણી વખત સામાન્ય ઠંડીનો અનુભવ થતો હતો. પરંતુ આ વખતે લોકોએ સમય પહેલા જ ગરમ કપડાંને અલવિદા કહી દીધું છે જે ચોંકાવનારી બાબત છે. હીટેવેવને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયે પણ એડવાઈઝરી જાહેરી કરી છે. મંત્રાલયે હીટવેવની અસરથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે

Latest Stories