Connect Gujarat
ગુજરાત

એકમાત્ર અરવલ્લી જિલ્લો કે, જ્યાં તમામ તાલુકાઓમાં કાર્યરત છે અંગ્રેજી માધ્યમની સરકારી શાળા.

છેવાડાના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શિક્ષણ મળે તે હેતુથી જિલ્લાના તમામ તાલુકાઓમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ કાર્યરત

X

છેવાડાના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શિક્ષણ મળે તે હેતુથી અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ કાર્યરત કરવામાં આવી છે, ત્યારે હાલ 180થી વધુ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરી શિક્ષણ મેળવી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. મોડાસા ખાતે આવેલ સરકારી અંગ્રેજી માધ્યમની શાળા વર્ષ 2018માં માત્ર 30થી 40 વિદ્યાર્થીઓથી શરૂ કરવામાં આવી હતી. ક્રમશ: દર વર્ષે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં હાલ 180થી વધુ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરી રહ્યા છે.

અરવલ્લી જિલ્લો સમગ્ર રાજ્યમાં એકમાત્ર જિલ્લો છે કે, જ્યાં તમામ તાલુકાઓમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ કાર્યરત છે. હાલ ઓફ લાઈન શિક્ષણકાર્ય બંધ છે, ત્યારે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે ટીચિંગ લર્નિંગ મટિરિયલ્સ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ શિક્ષકોને શુભેચ્છા પાઠવી છે.

Next Story