/connect-gujarat/media/media_files/pGsiOcwPjqTva5RuT4rZ.jpeg)
ઓખા અને બેટ દ્વારકા ને જોડતા સુદર્શન બ્રિજ પર વરસાદના કારણે ગાબડાપડતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે, જ્યારે આ ઘટનાને પગલે વિપક્ષના નેતા એભ્રષ્ટાચાર નોઆક્ષેપ કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં રૂપિયા950 કરોડના ખર્ચેસુદર્શન સેતુ નવનિર્મિત થયો હતો,જોકે માત્ર પાંચ મહિનાના સમયમાં જ આ બ્રિજ પર અનેકસ્થળે ગાબડા પડીગયાહોવાની વિગતો સાથેના ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાંબ્રિજનું બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયાહતા.
ઓખા અને બેટદ્વારકા નેજોડતા સુદર્શન બ્રિજનું નિર્માણ કાર્ય એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન કંપની ને આપવામાં આવ્યું હતું, કહેવામાંઆવી રહ્યું છે કે સુદર્શન બ્રિજના નિર્માણનું કામ ચાલુ હતું તે દરમિયાન જ બિહારમાં ગંગા નદી પર બનાવવામાંઆવેલોપુલ ધરાશાયી થઇ ગયો હતો.આ ઘટના પછી સુદર્શન બ્રિજનો પ્રોજેક્ટ આ કંપની પાસેથી પરત લેવાનીઅટકળો પણ શરુ થઇ હતી. બ્રિજ પર ગાબડા પડવાનીસાથેબ્રિજ નાસળિયા બહાર દેખાતા હોવાના ફોટા-વીડિયોસોશિયલમીડિયામાં વાયરલથયા હતા. જોકે બ્રિજ પર પડેલા ગાબડાને પુરવાની કામગીરી પણ શરુ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ ઘટના અંગે નાફોટોવિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાનાX સોશિયલ સાઈટ પર શેર કર્યા હતા,અને સુદર્શન બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા.