દિલ્હી મુંબઇ એસકપ્રેસ વેનો ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો પોર્શન પુન: શરૂ,પુન ગામ નજીકથી કરી શકાશે ઉપયોગ !

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શન ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.વરસાદના કારણે કાદવ કીચડ થઈ જતા માર્ગ વાહનવ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો

New Update
  • દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે

  • ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શન શરૂ

  • પુન ગામ નજીકથી ઉપયોગ કરી શકાશે

  • વરસાદ બાદ માર્ગ કરાયો હતો બંધ

  • વાહનચાલકોને મળશે રાહત

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો પોર્શન ફરીથી શરૂ કરવામાં આવ્યો છે.વરસાદના કારણે કાદવ કીચડ થઈ જતા માર્ગ વાહનવ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો
ભારે વરસાદને કારણે કાદવ અને કીચડ ભરાઈ જવાથી છેલ્લા કેટલાક દિવસથી બંધ કરાયેલો દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વેનો ભરૂચ–અંકલેશ્વર વચ્ચેનો પોર્શન હવે ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.એક્સપ્રેસ-વેનો ઉપયોગ હવે અંકલેશ્વર નજીકના પુન ગામથી શરૂ કરી શકાશે. સતત વરસાદને કારણે થોડો સમય માટે એક્સપ્રેસ-વે બંધ રાખવો પડ્યો હતો જો કે ફરીથી આ માર્ગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા તરફથી સુરત તરફ જતા વાહનચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પરથી ઉતરી અંકલેશ્વર-હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી શકશે. આ જ રીતે સુરત તરફથી વડોદરા તરફ જતા વાહનચાલકો પણ સ્ટેટ હાઇવે પરથી અંકલેશ્વરના પુન ગામ થઈ એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી શકશે. પન ગામ નજીક ટ્રાફિકના નિયંત્રણ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.આ માર્ગ પુન શરૂ થવાથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિકજામની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળશે.
Latest Stories