ગીર સોમનાથ : બારડોલીથી શરુ થયેલી સરદાર સન્માન યાત્રાનું સોમનાથમાં સમાપન, સરદાર પટેલની પ્રતિમાને કરાયો જળાભિષેક

40 નદીઓના જળ સાથે જોડાયેલી આ યાત્રા અંતે, સોમનાથ ખાતે સરદાર પટેલની પ્રતિમાને આ નદીઓના જળથી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી....

New Update
  • સરદાર સન્માન યાત્રાનું સોમનાથમાં સમાપન

  • બારડોલીથી 12 દિવસીય તારા શરૂ થઈ હતી

  • યાત્રાએ 1800 કિલોમીટરની સફર કરી પૂર્ણ

  • સરદાર પટેલની પ્રતિમાને કરાયો જળાભિષેક

  • એકતાશ્રદ્ધા અને ગૌરવનો ત્રિવેણી સંગમ સર્જાયો   

બારડોલીથી શરૂ થયેલી 12 દિવસીય સરદાર સન્માન યાત્રાનું સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયું હતું.આ યાત્રાએ 1800 કિલોમીટરની સફર પૂર્ણ કરી હતી.

બારડોલીથી શરૂ થયેલી 12 દિવસીય સરદાર સન્માન યાત્રાનું સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયું હતું. આ યાત્રા માત્ર પગલાઓની સફર નહોતીપરંતુ સરદાર સાહેબના વિચારોને જન જન સુધી પહોંચાડતી એકતા અને રાષ્ટ્રીય ભાવનાની ઝળહળતી ઝાંખી હતી.

11 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ યાત્રાએ 1800 કિલોમીટરની સફર દરમિયાન 18 જિલ્લાઓ62 તાલુકાઓ અને 355 ગામોને જોડ્યા હતા. 40 નદીઓના જળ સાથે જોડાયેલી આ યાત્રા અંતેસોમનાથ ખાતે સરદાર પટેલની પ્રતિમાને આ નદીઓના જળથી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તે ક્ષણમાં એકતાશ્રદ્ધા અને ગૌરવના સંગમનો અનુભવ સૌને થયો હતો.

આ પ્રસંગે વિવિધ સ્ટેટના રાજવી પરિવારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર સ્ટેટના યુવરાજ અજયકુમારસિંહ જાડેજાકચ્છ સ્ટેટના યુવરાજ પ્રતાપસિંહ જાડેજાછોટાઉદેપુરના મહારાવલ જયપ્રતાપસિંહ ચૌહાણલાઠીના ઠાકોર કીર્તિકુમાર ગોહિલમાંડાવડના દરબાર પૂંજાબાપુ વાળાસુદમડા-ધંધાલપુરના દરબાર વનરાજસિંહ ખવડ સહિત અનેક રાજવી પરિવારોને ગોપાલભાઈ ચમારડી પરિવાર દ્વારા સન્માનિત કરાયા હતા.

વડતાલના એસ.પી. સ્વામીપ્રભાસ પાટણના ભક્તિપ્રિયદાસજીખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ સહિત અનેક સંતો-મહંતો અને સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેમના આશીર્વચન અને સંદેશાઓએ પ્રસંગને આધ્યાત્મિકતા અને પ્રેરણાની ઊંચાઈ આપી હતી.

Latest Stories