નવસારી જિલ્લાની નદીઓના પાણી બન્યા તોફાની,નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ અને ઉપરવાસ માંથી પાણીની આવક વધી છે.અને શાંત રહીને વહેતી નદીઓમાં પાણીનું જળસ્તર વધવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે.

New Update

નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ અને ઉપરવાસ માંથી પાણીની આવક વધી છે.અને શાંત રહીને વહેતી નદીઓમાં પાણીનું જળસ્તર વધવાના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય છે.

નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ અને નદીઓમાં પાણીની અવિરત આવક વધવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ભરાયા છે. જેમાં વાંસદા તાલુકાના ખાટાઆંબા થી વાંસદા ટાઉન જતા માર્ગ ઉપર આવેલા મૂડીફળિયા પાસે પાણી ફરી વળ્યાં છે.તેમજ લો લાઈન બ્રિજ ઉપર પાણી ફરી વળતા પશુપાલન સાથે સંકળાયેલા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે વસુધારા ડેરી ખાતે દૂધ લઈ જવા માટે લોકોએ જીવના જોખમે દૂધના કેન ઉંચકી પાણીના પ્રવાહમાંથી માર્ગ પસાર કરવાની ફરજ પડી છે.તો નવસારીની અંબિકા નદીના તોફાની પાણી દેવધા ગામ ખાતે ભરાયા છે.દેવધા ડેમમાં પણ સતત પાણીની આવક થતાં લોકોના ઘર સુધી નદીના પાણી પહોંચ્યા છે અને દેવધા ગામમાં અનાવેલ ફળિયામાં પાણી ભરાતા અંદાજીત 50 થી વધુ પરિવારો ને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
આ ઉપરાંત નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.કોઝવે ઉપરથી કાવેરી નદીના પાણી ફરી વળતા ગામના ફળિયા સાથેનો સંપર્ક તૂટ્યો હતો.જાણવા મળ્યા મુજબ હાલ કાવેરી નદીની જળ સપાટી 16 ફૂટ પર છે,અને નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે.ત્યારે વધતા નદીના જળસ્તરને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પણ સાબદુ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Latest Stories