સુપર વાઈઝરે જ ચોરી કરી..! : જુનાગઢ-સુખપુરના વેર હાઉસમાંથી રૂ. 4 લાખના 135 કટ્ટા ચણાની ચોરીનો ભેદ ઉકેલાયો...

સુખપુર ગામે ધ્રુવી પટોડીયા તેમજ જીત પટોડીયાના સર્વે નં.35 પ્લોટ નં.2માંથી 135 કટ્ટા ચણાની ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાય હતી. જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં કંપની સુપર વાઈઝરનો ભાંડો ફૂટ્યો

New Update
  • સુખપુરના વેર હાઉસમાંથી થયેલ ચોરીનો મામલો

  • રૂ. 4 લાખના 135 કટ્ટા ચણાની ચોરી થઈ હતી ચોરી

  • તાલુકા પોલીસે ચણાના કટ્ટાની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • સુપરવાઇઝરે ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું

  • પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢ જિલ્લાના સુખપુરમાં પ્રાઇવેટ કંપનીના વેર હાઉસમાંથી થયેલ રૂ. 4 લાખના 135 કટ્ટા ચણાની ચોરીનો ભેદ પોલીસે ભેદ ઉકેલી કાઢી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જે જગ્યા પર નોકરીધંધો કરતા હોય તે જગ્યા પર જ ચોરી છેતરપિંડી થયાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છેત્યારે આવો જ એક ચોરીનો બનાવ જુનાગઢમાંથી સામે આવ્યો છે. સુખપુર ગામે ધ્રુવી પટોડીયા તેમજ જીત પટોડીયાના સર્વે નં.35 પ્લોટ નં.2માંથી 135 કટ્ટા ચણાની ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાય હતી. જેમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં કંપની સુપર વાઈઝરનો ભાંડો ફૂટ્યો હતો.

વેર હાઉસમાં છેલ્લા 9 મહિનાથી સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રશાંત ધમ્મર નામના યુવકે વેરહાઉસમાં ચણાના કટ્ટાઓમાંથી ચણા કાઢી રૂ. 4,02,500ના જથ્થાની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છેત્યારે હાલ તો પોલીસે આ મામલે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

Latest Stories