ગીર સોમનાથ : કેસરિયા ગામ નજીક બોલેરોએ બાઈક સવારોને અડફેટમાં લેતા બે સગા ભાઈ સહિત ત્રણના મોત,મહિલા ઈજાગ્રસ્ત

ઉના તાલુકાના કેસરિયા ગામ નજીક હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ અડફેટે લેતા ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં....

New Update
  • ઉનાના કેસરિયા પાસે ગમખ્વાર અકસ્માત

  • બે બાઈક સવારને બોલેરો ચાલકે અડફેટે લીધા

  • હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણના મોત

  • સગીર ઈજાગ્રસ્ત યુવતી સારવાર હેઠળ  

  • ઉના પોલીસે ઘટનામાં તપાસ શરૂ કરી

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતોહિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી બોલેરો ગાડીએ અડફેટે લેતા ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક એક બેફામ દોડતી બોલેરો જીપના ચાલકે બે બાઈક સવારોને અડફેટમાં લીધા હતા,આ હિટ એન્ડ રનની ઘટનામાં બે સગાભાઈ સહિત ત્રણ યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા.જેમાં હિતેશ જગદીશભાઈ શિંગડ,પરિમલ જગદીશભાઈ શિંગડ,અને ભીખા નારણભાઈ દમણીયાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

મૃતક ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા,સર્જાયેલી ઘટનાથી કેસરીયા ગામમાં માતમ છવાય ગયો હતો.પોલીસ દ્વારા અકસ્માત અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories