આજે વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના વ્યક્તિ વિશેષ દ્વારા 200થી વધુ રેડિયોનો કરવામાં આવ્યો સંગ્રહ

આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો સંગ્રહ કર્યો છે.

આજે વિશ્વ રેડિયો દિવસ: અમરેલીના વ્યક્તિ વિશેષ દ્વારા 200થી વધુ રેડિયોનો કરવામાં આવ્યો સંગ્રહ
New Update

આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો સંગ્રહ કર્યો છે.

આજે 13 ફેબ્રુઆરી એટલે કે 'વિશ્વ રેડિયો દિવસ'. એક સમય હતો કે જ્યારે રેડિયો તમામ લોકોના ઘરમાં પણ નહોતો. આજે તમામ લોકોના મોબાઈલમાં રેડિયો ઉપલબ્ધ છે પણ તમામ સાંભળનારા નથી. જો કે, આજે વિશ્વ રેડિયો દિવસના દિવસે અમરેલી જિલ્લાના ચલાલાના વતની અને નિવૃત શિક્ષક સુલેમાન દલને જરુર યાદ કરવા પડે. કારણ કે, તે પોતાના ઘરમાં રેડિયોનો સુવર્ણ ઈતિહાસનો સંગ્રહ કરીને રાખ્યો છે. છેલ્લા સાત આઠ દાયકામાં રેડિયોનું સ્વરૂપ અને ટેક્નોલોજી બંને બદલાઈ ગઈ. પણ સુલેમાન દલનું ઘર છે કે જ્યાં આ તમામ ટેક્નોલોજીના રેડિયો ઉપલબ્ધ છે. સૌથી મહત્વની બાબત એ છે કે, અહીં જે પણ રેડિયોનો સંગ્રહ કરાયેલો છે તે તમામ ચાલુ હાલતમાં છે. તેમના રેડિયો કલેકશનમાં 200 જેટલા રેડિયો છે. જેમાં અલગ અલગ દેશમાં બનેલા રેડિયો અને ભારતમાં મળતા રેડિયો છે. સૌથી જૂનો રેડિયો 77 વર્ષ પહેલા 1946માં બનેલો પણ તેમના સંગ્રહમાં ચાલુ હાલતમાં છે. તેમના સંગ્રહમાં રહેલા રેડિયોમાં અનેક બેન્ડવીથ ધરાવતા રેડિયોનો સમાવેશ થાય છે. જેમાં વધુમાં વધુ 32 બેન્ડનો રેડિયો પણ છે. આ રેડિયો સ્ટીમરમાં વપરાતો હોવાનું અનુમાન છે. મચ્છુનો ડેમ તૂટવાની ઘટના હોય કે પછી 'રંગભૂમિના રંગો' નામનો રાજકોટ સ્ટેશનનો યાદગાર કાર્યક્રમ આ તમામ બાબતો સાથે સુલેમાનભાઈ દલની યાદો, રેડિયોના કારણે જ જોડાયેલી છે. તેઓ રેડિયોના ચાહક-સાધક અને 'રેડિયો મેન' છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી રેડિયો ઉપરાંત સુલેમાન દલ પાસે જૂની ઈલેટ્રોનિક ચીજો જેમ કે સ્પીકર, રેર ગ્રામોફોન પ્લેયર, ચેન્જર, હાથથી સંચાલિત વીડિયો કેમેરા જેવી કિંમતી ચીજોનો પણ દુર્લભ ખજાનો છે.

#Gujarat #India #Connect Gujarat #BeyondJustNews #technology #Amreli #Old #celebration #World Radio Day #200 radios collected
Here are a few more articles:
Read the Next Article