New Update
ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને આ પ્રસંગે 150 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળા ખાતે વિવિધ પ્રકારના 150 થી પણ વધારે વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી પાલડી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ વાળા, શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ થકી પાલડી પ્રાથમિક અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બની હતી, શાળા દ્વારા વધતા ગ્લોબલ વોર્મિંગને અટકાવવા અને જીવસૃષ્ટિના જતન માટે વૃક્ષો અનિવાર્ય છે,તેવા ઉમદા ઉદેશ્ય સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Latest Stories