સાબરકાંઠા : પ્રાંતિજની મદ્રેસામાં બાળકો પર ગુજારવામાં આવતા અત્યાચાર મુદ્દે બે મૌલવીની ધરપકડ કરતી પોલીસ

મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, અને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા. બે મૌલવીની ધરપકડ કરતી પોલીસ

New Update
  • પ્રાંતિજની મદ્રેસાના ત્રણ મૌલવી સામે પોલીસ ફરિયાદ

  • વિદ્યાર્થી નોંધાવી પોલીસ ફરિયાદ

  • બાળકો પર ગુજારતા હતા અત્યાચાર 

  • પ્રાંતિજ પોલીસે બે મૌલવીની કરી ધરપકડ

  • એક મૌલવી હજુ પોલીસ પકડથી દૂર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલી મદ્રેસામાંથી મોડી રાત્રે આઠ બાળકો ભાગી છુટ્યા હતા.અને હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી પોલીસને મળી આવ્યા હતા.મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતોઅને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા.જોકે પોલીસે ત્રણ મૌલવીઓ સામે ફરિયાદ દાખલ કરી જેમાં બે મૌલવીની અટકાયત પણ કરવામા આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલ જામિયા દારૂ અહેસાન વકફ મદ્રેસા ખાતેથી આઠ બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા.અને હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા.હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસમાં હતી,તે દરમિયાન અસારવા ઉદેપુર ટ્રેનના જનરલ કોચમાંથી ગભરાહટ ભરેલી સ્થિતિમાં આઠ બાળકો મળી આવ્યા હતા.

બાળકોની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદ્રેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું.  ત્યારબાદ રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમીટ કરવામાં આવ્યો હતો.જોકે પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો.બાળકો પર ગુસ્સો કરી સોટી,કેબલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મરાતો હોવાનો બાળકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળકે ત્રણ મૌલવીઓ સામે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે બાળકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.જોકે મેડિકલ રિપોર્ટમાં અજુગતું જણાશે તો પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ પોલીસ જણાવી રહી છે.હાલમાં પોલીસે બે મૌલવીની ધરપકડ કરી છે,જયારે નાય એક હજી ફરાર છે.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.