ઉના :  ગીર ગઢડા આહીર સમાજ દ્વારા માતા નવદુર્ગાના સાનિધ્યમાં પારંપરિક પોશાકમાં ભવ્ય રાસ ગરબા યોજાયા

ગીર ગઢડા  આહીર  સમાજ દ્વારા માતા નવદુર્ગાના સાનિધ્યમાં છઠ્ઠા નોરતે પારંપરિક પોશાકમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ગીર ગઢડા  આહીર સમાજ દ્વારા આયોજન

  • માતા નવદુર્ગાના સાનિધ્યમાં યોજાયા રાસ ગરબા

  • પારંપરિક પોશાકમાં ભવ્ય રાસ ગરબા યોજાયા

  • બહેનો  આહીર ટ્રેડિશનલ પહેરવેશ પહેરી રાસ રમ્યા

  • આહીર સમાજના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

ગીર ગઢડા  આહીર  સમાજ દ્વારા માતા નવદુર્ગાના સાનિધ્યમાં છઠ્ઠા નોરતે પારંપરિક પોશાકમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમાજની બહેનો દ્વારા ટ્રેડિશનલ પહેરવેશ પહેરી રાસ રમ્યા હતા.જે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું.

ઉના તાલુકાના વ્યાજપુર ગામની આહીર સમાજની વાડી ખાતે ઉના ગીર ગઢડા આહીર સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર આહીર સમાજના બાળકોયુવાનોવડીલોભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાઅને માતાજીના ગરબા રમ્યા હતા. આખા કાર્યક્રમના આયોજન માટે આયોજકો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી. મંડપ શણગારલાઇટિંગસાઉન્ડ સાથે આખો આહીર સમાજ જાણે હિલોળે ચડ્યો હતો. ઉના ગીર ગઢડા,કોડીનાર અને વેરાવળથી આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌપ્રથમ આદ્યશક્તિ નવદુર્ગા માતાજીની આરતી કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતીત્યારબાદ આહીર સમાજની બહેનો અને બાળકો દ્વારા પહેલા રાઉન્ડમાં રાસ રમવામાં આવ્યો હતોત્યાર બાદ બીજા રાઉન્ડમાં ભાઈઓનો રાસ અને છેલ્લે યુગલ રાસ રમી માતાજીના આશિર્વાદ આહીર સમાજે મેળવ્યા હતા. ઉના શહેર સાથે ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામો માંથી પણ આહીર ભાઈ બહેનોની જનમેદની ઉમટી પડી હતી અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.માતાજીના સાનિધ્યમાં જાણે બ્રહ્માંડ રચાયું હોય એમ આખું મેદાન ભરચક થયું અને રાસમાં મગ્ન બની ગયા હતા

Latest Stories