ઉના : ગીર ગઢડા આહીર કર્મચારી મંડળનું સ્નેહમિલન તેમજ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો

શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું.

New Update

ઉના ખાતે આહીર સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો 

શરદપૂનમના પાવન અવસર નિમિત્તે કરાયું આયોજન 

ગીર ગઢડા કર્મચારી મંડળનો યોજાયો કાર્યક્રમ 

પરંપરાગત વસ્ત્રોમાં રાસ રમતા મંડળના સભ્યો

વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યુ

ઉના ખાતે ગીર ગઢડા આહીર કર્મચારી મંડળનો સ્નેહમિલન તેમજ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી આહિર કર્મચારી મંડળ ઉના ગીર ગઢડા દ્વારા શરદપૂનમની રાતે સ્નેહમિલન અને દાંડીયારાસનું ભવ્ય આયોજન શ્રી આહિર સમાજ વાડી વ્યાજપુર મુકામે યોજાયું હતું. આ રસોત્સવમાં આહીર સમાજના ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકાના તમામ કર્મચારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો જેમાં સૌ પ્રથમ એક મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું  હતું.ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.બાદમાં બાળકોનો રાસ, બહેનોનો રાસ તેમજ ભાઈઓનો રાસ યોજવામાં આવ્યો હતો.જેમાં તમામ ભાઈ બહેનો આહીર ટ્રેડિશનલ પહેરવેશ પહેરી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા.ત્યાર બાદ દરિયાકાંઠા વિસ્તારના આહિર સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે માર્ગદર્શન અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટેની ચર્ચા પણ આ સ્નેહમિલનમાં કરવામાં આવી હતી. તેમજ નવા કારોબારી સભ્યોની રચના આ સ્નેહમિલનમાં કરવામાં આવી હતી. ઉના તાલુકાના આહીર સમાજના સક્રિય આગેવાનો અને ઉત્સાહી યુવાનોએ સાથે મળી કર્મચારીઓના આ આયોજનને દીપાવ્યો હતો.
Read the Next Article

હવામાન વિભાગની આગાહી, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના

આજે સવારે 7 વાગ્યે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં

New Update
varsad

આજે સવારે 7 વાગ્યે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે.

Advertisment

આ આગાહી મુજબ, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આજે વહેલી સવારથી જ અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદી વાતાવરણને કારણે વિઝિબિલીટી પણ ઓછી થઈ છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મધ્યમ વરસાદ અને વાવાઝોડાની અસર 

આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને હળવા વાવાઝોડાની શક્યતા છે. આ વરસાદ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની ધારણા છે. 

હળવા વરસાદ અને વાવાઝોડાની અસર 

આ ઉપરાંત, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દિવ, જુનાગઢ, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.