Connect Gujarat
ગુજરાત

વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સી. આર. પાટીલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે,અનેક કાર્યક્રમમાં રહેશે હાજર

મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે

X

વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરના પ્રવાસે છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત આજે સુરેન્દ્રનગર પ્રવાસે આવી પહોંચ્યા છે. મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે સી. આર. પાટીલ આનંદ ભવન ખાતે સવારે 10:30 કલાકે ખેડૂત આગેવાન સહકારી મંડળીઓ ના આગેવાનો સાથે બેઠક યોજશે.

સી. આર. પાટીલ 11:30 કલાકે પંડિત દિન દયાલ હોલ ખાતે સરપંચ સંવાદ કાર્યક્રમ માં પણ હાજરી આપશે. આ ઉપરાંત સી.આર.પાટીલ 1 : 15 કલાકે શિક્ષકો અને નિવૃત્ત અધિકારીને મુંજવતા પ્રશ્નો અંગે સંવાદ કરશે. 2 :15 કલાકે એન્જિનિયર ડોક્ટર વકીલ સી.એ ઉધોગકારો સાથે પણ બેઠક યોજી જિલ્લાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા કરશે. અત્યારસુધી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત તાપી, નર્મદા, સુરત, અરવલ્લી, વડોદરા જિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે.

Next Story