કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છની મુલાકાતે,'બિપરજોય' વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું

બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.

New Update
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છની મુલાકાતે,'બિપરજોય' વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું

કચ્છ જિલ્લામાં 'બિપોરજોય' વાવાઝોડા બાદની સ્થિતિના નિરીક્ષણ માટે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. એને લઇને ગુરુવાર રાતથી પાટણ, પાલનપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદ પડી રહ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર, રાધનપુર, સંતાલપુર, સમી, હારીજ, શંખેશ્વર અને સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એને લઇને અનેક ઝાડ ધરાશાયી થયાં છે. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ, દિયોદર અને સુઇગામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. એને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. કચ્છ જિલ્લામાં 'બિપોરજોય' વાવાઝોડા બાદની સ્થિતિના નિરીક્ષણ માટે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા છે. બંનેએ કચ્છ જિલ્લાની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ માંડવી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા.

#Connect Gujarat #BeyondJustNews #Kutch #Amit Shah #Union Home Minister #situation #visits #Cyclone Biparjoy #aerially #inspects
Latest Stories