/connect-gujarat/media/media_files/2025/10/23/fts-2025-10-23-15-07-01.png)
ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટેના નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું.જેમાં કુલ 216 આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક ફ્લેટમાં ત્રણ બેડરૂમ સહિત કુલ પાંચ રૂમની સુવિધા ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ધારાસભ્યો માટે ક્વાર્ટર બનાવવાનું આયોજન પાંચ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું અને તેના માટે બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી હતી.
આ MLA ક્વાર્ટરના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટનગર ગાંધીનગરમાં સદસ્ય આવાસ જર્જરીત બન્યા છે જેના પગલે સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. અહીં 9 માળના 12 ટાવરનું નિર્માણ કરાયું છે.જેમાં કુલ મળીને 216 ફ્લેટ તૈયાર કરાયા છે.
ધારાસભ્યો માટે આકાર પામેલા લક્ઝુરિયસ ફ્લેટમાં બે માસ્ટર રૂમ, લિવિંગ રૂમ, બે બેડરૂમ, રસોડું, ડાઇનિંગ એરિયા, વેઇટીંગ એરિયા ઉપરાંત નાની ઓફિસની સુવિધા છે. પ્રત્યેક ફલેટમાં કર્મચારીના રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લકઝુરિયસ ફલેટમાં માસ્ટર, લિવિંગ રૂમ, બેડરુમમાં એસસી ઉપરાંત 43 ઇંચનું એલઇડી ટીવી ટેબલ નેટવર્ક સાથે ગોઠવવામાં આવ્યું છે. સાથે સાથે ફ્રીજ, ગેસ ગીઝર અને ઇલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધાઓ અપાય છે. નવા સદસ્ય નિવાસ સંકુલમાં બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટિન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. દરેક નવ માળના બિલ્ડિંગમાં બે લિફ્ટની સુવિધા હશે. આ ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર દરવાજા હશે.આ તમામ સગવડો સાથેનો ફૂલ ફર્નિશ્ડ આધુનિક ફ્લેટમાં રહેવા માટે સરકાર ધારાસભ્યોને માત્ર મહિને 37.50 રૂપિયાના ભાડે આપશે.