અનોખુ “કરિયાવર” : જુનાગઢમાં ચારણ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવમાં 58 દીકરીઓને ગીર ગાયની ભેટ...

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા ગામે ચારણ સમાજ દ્વારા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય ભેટ આપવામાં આવી હતી.

New Update
  • વિસાવદર તાલુકાના રાજપરા ગામ ખાતે કરાયું આયોજન

  • ચારણ સમાજ દ્વારા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરાયું

  • ચારણ સમાજની 58 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

  • 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય ભેટ આપવામાં આવી

  • ઘરમાં દેશી ગીર ગાય હોય તે પણ ખૂબ જરૂરી : રાજભા ગઢવી

Advertisment

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા ગામે ચારણ સમાજ દ્વારા સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 58 દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય ભેટ આપવામાં આવી હતી.

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રાજપરા ગામ સ્થિત રવેચી ધામ ખાતે સમૂહ લગ્નનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારણ સમાજની દીકરીઓ લગ્નના તાતણે બંધાઈ હતી. આ સમૂહ લગ્નના મહોત્સવમાં રાજભા ગઢવી દ્વારા તમામ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક દીકરીઓને કરિયાવરમાં ગીર ગાય ભેટ આપવામાં આવી છે. આ ગીર ગાયનું મહત્વ સમજાવતા રાજભા ગઢવીએ જણાવ્યુ હતું કેઘરમાં દેશી ગીર ગાય હોય તે પણ ખૂબ જરૂરી છે.

ગાયનો પંચગવ્યલોકગીત અને શાસ્ત્રોમાં ખૂબ ઊંડું મહત્વ છે. આજના સમયમાં લોકો પોતાની પરંપરા ભૂલી રહ્યા છે. આપણાં સમાજમાં પહેલા ગાય આપવાનો રિવાજ હતોત્યારે આ પરંપરાને લોકો આજે ભૂલી રહ્યા છે. સતત ત્રીજા વર્ષે આ પ્રકારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં 14 દીકરીઓના લગ્ન2024માં 19 દીકરીઓના લગ્ન અને આ વર્ષે એટલે કે2025માં 58 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ચારણ સમાજના અગ્રણીઓએ રાજભા ગઢવીનો આભાર માન્યો હતો. આ પગલું સમાજને નવી રાહ ચીંધનારું છે.

 

Advertisment