કમોસમી “માવઠું” : રાજ્યભરમાં સતત બીજા દિવસે પણ વરસાદ, ખેતી-પાકોને મોટું નુકસાન...

સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, કમોસમી માવઠાના કારણે ખેતી-પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.

New Update
  • હવામાન વિભાગ દ્વારા કરાય હતી માવઠાની આગાહી

  • સમગ્ર રાજ્યમાં સતત 2 દિવસથી વરસતો વરસાદ

  • ભારે પવન સાથે વરસ્યો હતો કમોસમી વરસાદ

  • રાજ્યમાં કેરી સહિતના પાકોને થયું મોટું નુકશાન

  • ખેતી-પાકોને નુકશાન પહોંચતા ખેડૂતો માથે આફત

સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ, કમોસમી માવઠાના કારણે ખેતી-પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.
ગુજરાતમાં સાઇકલોનિક એર સર્ક્યુલેશનના કારણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત તા. 5 મેં-2025ના રોજ સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. કેટલાક વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
તો બીજી તરફ, મોટા મોટા હોર્ડિંગ્સ તેમજ ચાલી રહેલી લગ્નસરાની સીઝનમાં કેટલાક મંડપો પણ ઉડ્યા હતા. જેના કારણે લોકોને લાખોનું નુકશાન થવા પામ્યું છે. આ તરફ, કમોસમી માવઠું આવતા ખેતી-પાકોને પણ મોટું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. ભારે પવન સાથે વરસેલા માવઠાના કારણે સમગ્ર રાજ્યમાં કેરી સહિતના વિવિધ પાકોમાં નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતોને માથે વધુ એક સંકટ ઉભું થયું છે.
Read the Next Article

ISRO દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન

New Update
isro

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે ગુજરાતને દેશની અવકાશ ટેકનોલોજીમાં મોટી ભૂમિકા આપવા જઈ રહ્યું છે. હા, દેશનું બીજું સૌથી મોટું અવકાશ સ્ટેશન ટૂંક સમયમાં ગુજરાતમાં બનવા જઈ રહ્યું છે.

આ માહિતી ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ના ડિરેક્ટર નિલેશ દેસાઈએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. તેનો અંદાજિત ખર્ચ 10,000 કરોડ રૂપિયા હશે. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ નવું સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. અહીંથી ISRO તેના PSLV અને SALV રોકેટ લોન્ચ કરશે.

તેનું સ્થાન ખૂબ જ વ્યૂહાત્મક રીતે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે ભૂમધ્ય રેખાની નજીક ગુજરાતની સ્થિતિ અવકાશ મિશન માટે મોટો ફાયદો આપે છે.

ગુજરાતની પોતાની 'સ્પેસ મિશન પોલિસી'

જેમ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે સ્પેસ નીતિ લાગુ કરી છે. ગુજરાત સરકારે પણ નવી 'સ્પેસ મિશન પોલિસી' શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યને સ્પેસ ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે. આ નીતિ ફક્ત ISRO ને જ મદદ કરશે નહીં, પરંતુ યુવાનોને પણ નવી તકો મળશે.

ISRO ના આગામી મોટા લક્ષ્યો

નીલેશ દેસાઈએ જણાવ્યું હતું કે ISRO હવે તેના 70 ટકા મિશન કમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ સિસ્ટમ્સ પર કેન્દ્રિત કરી રહ્યું છે. આ ઉપરાંત ISRO આગામી ત્રણ મોટા પ્રોજેક્ટ્સ ચંદ્રયાન-5 મિશન, ગગનયાન મિશન** (જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે) અને શુક્ર ઓર્બિટર મિશન પર પણ નજર રાખી રહ્યું છે. આ બધાને 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.