રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાત લાખથી વધુ લોકોને અપાઇ વેક્સિન; 13 નવા કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 153 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 153 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,201 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે. રાજ્યમાં આજે કોરોનાની સાત લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,201 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં એક, સુરતમાં એક કોરોનાના કેસ નોંધાયા હતા.
રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 38 લોકોને પ્રથમ ડોઝ અને 6480 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,10,328 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1,27,405 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 3,40,993 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,62,807 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 7,48,051 ડોઝ આજના દિવસમાં અપાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,70,09,216 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMT
કચ્છ : તહેવારો દરમ્યાન પશુઓને લાડુ ખવડાવવાની અનોખી પરંપરા, તેરા તુજકો...
9 Aug 2022 11:21 AM GMTભરૂચ: વાલિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયા વિવિધ...
9 Aug 2022 11:15 AM GMTભરૂચ: વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનું વાલિયા ખાતે આયોજન,...
9 Aug 2022 11:10 AM GMTસુરત: મહાનગર પાલિકાના કર્મચારી પાસે રૂ.10 હજારની લાંચ માંગનાર કલાર્કની...
9 Aug 2022 11:03 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT