Connect Gujarat
ગુજરાત

વડોદરા : કરજણના બોડકા ગામનું મકાન તસ્કરોના નિશાને ચઢ્યું, રૂ. 3 લાખથી વધુના મત્તાની ચોરી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બોડકા ગામે ગત મધ્યરાત્રે આશરે 2 વાગ્યાના સુમારે અંબાજી ફળિયું વણકરવાસમાં રહેતા બાલુભાઈ રયજીભાઈ રાત્રે ઘરની બહાર ભર નીંદર માણી રહ્યા હતા,

વડોદરા : કરજણના બોડકા ગામનું મકાન તસ્કરોના નિશાને ચઢ્યું, રૂ. 3 લાખથી વધુના મત્તાની ચોરી
X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બોડકા ગામે ગત મધ્યરાત્રે આશરે 2 વાગ્યાના સુમારે અંબાજી ફળિયું વણકરવાસમાં રહેતા બાલુભાઈ રયજીભાઈ રાત્રે ઘરની બહાર ભર નીંદર માણી રહ્યા હતા, તે સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનનો મુખ્ય દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી હતી.


સમગ્ર બનાવની જાણ વહેલી સવારે મકાન માલિકને થતાં તેઓએ કરજણ પોલીસ સ્ટેશને જાણ કરી હતી. કરજણ પોલીસનો કાફલો બોડકા ગામે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘરમાં રહેલ તિજોરીમાંથી સોનાનું મંગળ સૂત્ર નંગ 1, સોનાની વીંટી નંગ 7, સોનાના ઝુમ્મર બુટ્ટી 2 જોડી, સોનાની ચેન નંગ 1, સોનાની જડ 1, સોનાની કાનની સેર 1 જોડી મળી કુલ સોનાના દાગીના મળી 8.2 તોલા જેની કિંમત રૂપિયા 3,28,000/-, જ્યારે ચાંદીના પાયલ 2 જોડી, ચાંદીના કેડના જુડા નંગ 2 મળી ચાંદીના કુલ દાગીનાનું વજન 500ગ્રામ જેની કિંમત 30,000/- રૂપિયા મળી કુલ સોના અને ચાંદીના દાગીનાની કિંમત 3,58,000/ની મત્તાની ચોરીનો બનાવ બનવા પામ્યો હતો, ત્યારે હાલ તો સમગ્ર મામલે કરજણ પોલીસે ફરિયાદ નોંધી વધુ પાસ હાથ ધરી છે.

Next Story