/connect-gujarat/media/post_banners/5cfbc7def1243f03e8838ad99dd1154ca0b61d34e100a7a15d0a66ccc2cce685.webp)
વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢીયારને જાહેર કર્યાં પછી તેમની સામે પણ વિરોધ વંટોળ ઉઠ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને આયાતી ઉમેદવારને બદલવા માટે માંગ કરી છે.કોંગ્રેસના કાર્યકર વિનોદ શાહે તેઓએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, વડોદરામાં ભાજપે ભલે આયાતી ઉમેદવાર મુક્યો, પરંતુ અમારે કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર જોઇએ નહીં, ભાજપમાં કોઇનાથી કશું બોલાતુ નથી પરંતુ, કોંગ્રેસમાં કોઇના બાપની સાડાબારી ચાલવાની નથી. હું કોંગ્રેસનો નીડર કાર્યકર્તા છું અને મને જે સાચુ લાગશે, તે હું બેધડક બોલવાનો. જો વડોદરાનો ઉમેદવાર બદલવામાં નહીં આવે અને ભથ્થુભાાઇને ઉમેદવાર બનાવવામાં નહીં આવે તો વડોદરામાં જોવા જેવી થશે.