મુંબઈ તરફ જતાં વાહનચાલકોને વડોદરા અને ભરૂચ પોલીસે કર્યા એલર્ટ,જુઓ શું છે કારણ

દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વલસાડથી નવસારી વચ્ચે વરસાદી પાણી ફરી વળતા હાઈવેનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો

New Update
મુંબઈ તરફ જતાં વાહનચાલકોને વડોદરા અને ભરૂચ પોલીસે કર્યા એલર્ટ,જુઓ શું છે કારણ

દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વલસાડથી નવસારી વચ્ચે વરસાદી પાણી ફરી વળતા હાઈવેનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો ત્યારે વડોદરા અને ભરૂચ પોલીસે નવતર અભિગમ દાખવી મુંબઈ તરફ જતા વાહચાલકોને એલર્ટ કર્યા હતા

દક્ષિણ ગુજરાતમાં પડેલા અતિભારે વરસાદના કારણે ચીખલી - વલસાડ હાઈવે બંધ કરવામાં આવ્ચો છે. વડોદરાથી મુંબઈ તરફ જતા વાહનચાલકોને વડોદરા પોલીસે આ અંગે માહિતગાર કર્યા છે.આ પોલીસકર્મીઓ સવારથી સતત વાહનચાલકોને આ માર્ગેથી મુંબઈ પ્રવાસ ટાળવા અને વૈકલ્પિક માર્ગ લેવા સમજાવી રહ્યા છે. દુમાડ ચોકડી એક્સપ્રેસ હાઇ વે ટોલ પ્લાઝા ઉપર સવારથી પોલીસ જવાનો તૈનાત રહી સમજાવી રહ્યા છે.

આ તરફ ભરુચ પોલીસના પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસકર્મીઓએ બેનર સાથે ઉભા રહી વાહનચાલકોને આગળ ન જવા અપીલ કરી હતી.વરસાદના કારણે નવસારી નજીક હાઈવેનો માર્ગ બંધ હોવાથી વાહનચાલકોને આગળ ન જવા અને જે તે સ્થળે જ રોકાય જવા અપીલ કરી હતી