વડોદરા : ભેજાબાજ તસ્કરો બેંકને પણ ઉઠા ભણાવી ગયાં, 3 કલાકમાં 10 લાખ રૂા. ઉપાડી લીધાં

વડોદરામાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. તસ્કરો બેંક ઓફ મહારાષ્ટ્રના એટીએમમાંથી 3 કલાકમાં 10 લાખ રૂપિયાથી વધુની રકમ ઉપાડી ગયાં છતાં બેંકને જાણ સુધ્ધા થઇ ન હતી.

New Update

વડોદરામાં બેંક ઓફ મહારાષ્ટ્રના ATMમાંથી એક જ રાતમાં કાર્ડનો ઉપયોગ કરી દસ લાખ રૂપિયા ઉપાડી તસ્કરો ફરાર થઇ ગયાં છે.માંજલપુરમાં આવેલ સાકાર કોમ્પલેક્ષમાં બેંક ઓફ બરોડાનું ATM આવેલું છે. જેમાંથી ગત 22મી ફેબ્રુઆરીની રાત્રે 9 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન ત્રણ ATM કાર્ડનો ઉપયોગ કરીને દસ લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજા દિવસે ગ્રાહકો ATMમાં રૂપિયા ઉપાડવા માટે ગયા ત્યારે રૂપિયા ન ઉપડતા તેણે બાજુમાં જ આવેલ બેંક ઓફ મહારાષ્ટ્રના મેનેજરને જાણ કરી હતી.

બેંકના સ્ટેટમેન્ટમાં 11.14 લાખ રૂપિયાનું બેલેન્સ બતાવતું હતું જયારે એટીએમમાં તપાસ કરવામાં આવતાં એટીએમમાં માત્ર 1.14 લાખ રૂપિયાની રોકડ રકમ જ હતી. એટીએમમાંથી 10 લાખ રૂપિયા ગાયબ થઇ ગયાં હતાં. ઘટનાને પગલે સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું છે કે કેટલાક લોકો 22 ફેબ્રુઆરીની રાત્રે વારંવાર કપડા બદલીને અંદર આવતા હતા અને રુપિયા ઉપડતા હતાં. આ દરમિયાન તેઓ ATMની ડાબી બાજુ કોઇ તરકીબ વાપરીને મશીનમાં યાંત્રિક ખામી પેદા કરતા હતાં. આ ભેજાબાજોએ કુલ ત્રણ ATM કાર્ડનો ઉપયોગ કર્યો છે. જેના નંબર પોલીસને આપવામાં આવ્યા છે. માંજલપુર પોલીસે હાલ આ મામલે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories