વડોદરા : નશામાં ધૂત કારચાલકે 8 લોકોને ઉડાવ્યા, એક મહિલાનું ઘટના સ્થળે મોત, LIVE' CCTV સામે આવ્યા...

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 8 લોકોને ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી

New Update
કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના
Advertisment
નશામાં ધૂત કાર ચાલકે 8 લોકોને ફંગોળતા અકસ્માત
અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત
ગંભીર ઇજાના પગલે 7 લોકો સારવાર હેઠળ
પોલીસે કાર ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 8 લોકોને ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. તો બીજી તરફ, અકસ્માતની ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisment
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં હેમાલી પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચોરસિયા (વારાણસી, ઉત્તર પ્રદેશ) અને તેની બાજુમાં બેઠેલા મીત ચૌહાણની પણ ધરપકડ કરી છે. કારચાલક રક્ષિત ચોરસિયા એમ.એસ.યુનિવર્સિમાં, જ્યારે મીત ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ સાથે જ ફોક્સવેગન વર્ચસ કાર આરોપી કાર ચાલકની બાજુમાં બેઠેલા તેના મિત્ર મીત ચૌહાણના પિતાની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આરોપી પ્રાંશુ રાજેશ ચૌહાણ તથા રક્ષિત ચોરસિયાએ માદક પદાર્થ અથવા તો નશાકારક કેફી પીણું લીધું છે કે કેમ? તે ચકાસવા માટે બન્ને આરોપીના અલગ અલગ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. અકસ્માત બાદ આરોપી રક્ષિત એટલો નશામાં ચૂર હતો કે, એ ભાન ભૂલી બૂમો પાડવા લાગ્યો અનધર રાઉન્ડ.... જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે નિકિતા નામની યુવતીનું નામ લેતો પણ જોવા મળે છે. મૃતક હેમાલી પટેલ ધુળેટી માટે કલર લેવા નીકળ્યા હતા. આ દરમિયાન અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલમાં 12 વર્ષીય જૈની, 35 વર્ષીય નિશાબેન, 10 વર્ષીય અજાણી બાળકી તેમજ અજાણ્યા 40 વર્ષના વ્યક્તિને સારવાર આપવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં જ સાસંદ ડો. હેમાંગ જોશી, કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલ પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. આ સાથે જ તેઓએ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે તબીબોને સુચના આપી હતી.
Advertisment
Latest Stories