વડોદરા : નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની, નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં બેદરકારી દાખવાઇ

નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની કેનાલમાં લીલ અને વનસ્પતિ ઉગી નીકળી કેનાલમાં પણ ઠેરઠેર લોકો કચરો ઠાલવી રહ્યા છે

New Update
વડોદરા : નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની, નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ કરવામાં બેદરકારી દાખવાઇ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ લોકો માટે લેન્ડફીલ સાઇટ બની ગઈ છે. કેનાલમાં ઠેરઠેર લીલ અને જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. એટલું જ નહીં લોકો પણ કચરો ઠાલવી જાય છે. છતાં નર્મદા નિગમ દ્વારા તેની સફાઇ કરવામાં નિષ્કાળજી દાખવવામાં આવી રહી છે.

વડોદરા શહેરના વરસાદી કાંસ તળાવમાં લોકો કચરો ઠાલવી જતા હોય છે. પરંતુ હવે નર્મદા કેનાલમાં પણ ઠેરઠેર લોકો કચરો ઠાલવી રહ્યા છે એટલું જ નહીં કેનાલમાં પાણી વહેતું નહીં હોવાને કારણે લીલ અને જંગલી વનસ્પતિ ઉગી નીકળે છે. નર્મદા કેનાલ પણ હવે લોકો માટે લેન્ડફિલ સાઇટ બની ગઈ છે ગોરવા વિસ્તારમાં તો નોનવેજનો કચરો તેમજ પૂજાપાના ફૂલ અને અન્ય ચીજો પણ લોકો દ્વારા ઠાલવવામાં આવે છે. નર્મદા કેનાલનું પાણી કેટલીક જગ્યાએ દરવાજા બંધ કરી દઈ પાણી વહેતું રાખવામાં આવતું નથી. તેને કારણે પાણી ઉપર એક જ જગ્યાએ કચરાનો ઢગલો થઈ ગયો છે.આ અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ સ્થળ પર જઇ નર્મદા કેનાલની સફાઈ કરવાની માગણી નર્મદા કેનાલના અધિકારીઓ અને કલેકટરને કરી હતી.

Latest Stories