/connect-gujarat/media/post_banners/97011c30c4ed97adffa940a6dfc4cfc44c1a095f082b5e6d8603d81b4d46ddd8.jpg)
ગાંધીનગરમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવાના ગુનામાં રાજયના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટુ નિવેદન સામે આવ્યું છે.સુરતની પોસ્કો કોર્ટે દુષ્કર્મના કેસના આરોપીને માત્ર 29 દિવસમાં ચુકાદો સંભળાવી લોકોના ન્યાયતંત્ર પ્રતિના વિશ્વાસને વધુ મજબુત બનાવ્યો છે તેમ રાજયના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે. કાયદામંત્રીએ વડોદરા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગાંધીનગરના કેસ વિશે જણાવ્યું હતું.
ગાંધીનગરના કેસની વાત કરવામાં આવે તો.... ગાંધીનગર 4 નવેમ્બરે આરોપી તેના મા- બાપ ની ગેરહાજરી ઝુપડીમાં લઇ ગયો હતો જયાં તેની સાથે દુષ્કર્મ કરી બાળકીને કેનાલ પાસે ફેંકી ચાલ્યો ગયો હતો. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની 12 ટીમો કામે લાગી હતી અને એક ફેકટરીમાં લાગેલા સીસીટીવીના આધારે આરોપીના સગડ મળ્યાં હતાં અને પોલીસે વિજય ઠાકોર નામના આરોપીને ઝડપી પાડયો છે.