Connect Gujarat
ગુજરાત

વલસાડ : સેન્ટ મેરી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓએ કહ્યું "જય શ્રીરામ", વિવાદ વકરતા સંચાલકોએ માફી માંગી

વાપી-ચણોદ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં 2 વિદ્યાર્થીઓએ એકબીજાને જય શ્રી રામ સંબોધીને બોલાવતા વિવાદ સર્જાયો હતો

X

વલસાડ જિલ્લાના વાપી-ચણોદ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં 2 વિદ્યાર્થીઓએ એકબીજાને જય શ્રી રામ સંબોધીને બોલાવતા વિવાદ સર્જાયો હતો, ત્યારે આ બન્ને વિદ્યાર્થીઓને બોલાવી શાળા શિસ્ત સમિતિના વડાએ માફીનામું લખાવી લેતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વાપી-ચણોદની સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હંમેશા વિવાદમાં રહેતી આવી છે, ત્યારે હવે ધોરણ-9ના 2 વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં એકબીજાને જય શ્રી રામ કહીને સંબોધતા તેની જાણ શાળા શિસ્ત સમિતિના વડાને થતાં બન્ને વિદ્યાર્થીઓને બોલાવી તેઓ પાસેથી માફીનામું લખાવ્યું હતું. આ મામલે વિધાર્થીઓના વાલીઓએ શાળા ખાતે પહોચી ભારે હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ વાલીઓએ વિશ્વ હિન્દુ પરિષદ સહિત બજરંગ દળને મામલાની જાણ કરી હતી. સમગ્ર મામલે વાલીઓએ વિરોધ ઉઠાવ્યો હતો કે, સ્કૂલની કઇ ચોપડીમાં જય શ્રી રામ બોલવા ઉપર પ્રતિબંધ હોવાનું લખ્યું છે.

સેન્ટ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાલીઓએ આવી પહોચી શાળાના આચાર્યને બોલાવવા માટે ભારે હોબાળો કર્યો હતો. જોકે, લોકો ધર્મ પ્રમાણે એકબીજાને સંબોધે છે. હિન્દુ ધર્મમાં આપણે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ વગેરે કહી એકબીજાને બોલાવીએ જ છીએ. પરંતુ જય શ્રી રામ બોલવાથી આ શાળાએ બન્ને વિદ્યાર્થીઓ પાસેથી માફીનામું લખવવા બાબતે થયેલા વાઇરલ વિડિયોથી વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. જોકે, વિવાદ વકરતા આખરે શાળાના આચાર્ય સેવીઓ કેથીનો અને શિસ્ત સમિતિના વડા કલ્પેશ ભગતે સ્કૂલના લેટરહેડ ઉપર વાલીઓ સમક્ષ ધાર્મિક લાગણી દુભાવવા બદલ માફી માંગવાની ફરજ પડી હતી.

Next Story