વલસાડ : સસ્તું સોનું આપવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો ઝડપાયા...

છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો વલસાડ પોલીસના હાથે ઝડપાયા છે. આ ગેંગ પાસેથી રૂ. 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો

New Update
  • વલસાડ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા

  • સસ્તું સોનું આપવાની લાલચે કરાતી છેતરપિંડી

  • લાખોની છેતરપિંડી આચરતી ઠગ ગેંગ ઝડપાય

  • રૂ. 1 કરોડની નકલી નોટ સહિતનો મુદ્દામાલ જપ્ત

  • ઠગ ગેંગના 9 સાગરીતો વિરુદ્ધ કડક કાર્યવાહી 

સસ્તું સોનું આપવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો વલસાડ પોલીસના હાથે ઝડપાયા છે. આ ગેંગ પાસેથી રૂ. 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસ સ્ટેશનમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક ટેક્સ્ટાઇલના વેપારીએ પોતાની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોય તેવી ફરિયાદ નોંધાવી હતી. ઠગોએ લાખોની કિંમતના સોનાને સસ્તા ભાવમાં વેચવાની લાલચ આપી હતી. આ દરમ્યાન વલસાડ પોલીસે તપાસ કરતા લોકોને સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરતી એક ગેંગના 9 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આ ગેંગના આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે. 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કેઆરોપીઓએ સુરતના વેપારીને ફેસબુક આઇડી પર અજાણ્યા આઈડીથી 100 ગ્રામ સોનુ 6.50 લાખ રૂપિયામાં આપવાની પોસ્ટ મુકી હતી. આથી વેપારી લાલચમાં આવી પોસ્ટ મુકનાર વ્યક્તિને ફોન કરતા સામેથી વ્યક્તિએ પોતે અંકિત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થતા આખરે 100 ગ્રામ સોનું 6 લાખ રૂપિયામાં આપવાની ડીલ થઈ હતી.

સુરતના વેપારી તેમના અન્ય મિત્રોને સાથે લઈ વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પહોંચ્યો હતોજ્યાં સસ્તામાં સોનુ આપવાની લાલચ આપનાર વ્યક્તિ અને તેના માણસો નંબર પ્લેટ વિનાની ગાડીમાં બેઠા હતા. આ દરમિયાન ઠગોએ અન્ય એક વ્યક્તિને બોલાવી તેની પાસેથી 100 ગ્રામ સોનાના 2 બિસ્કીટ સુરતના વેપારીને બતાવ્યા હતા. વેપારીએ જોતા સાચા સોનાનું બિસ્કિટ હોવાનું જણાવતા તેઓએ 200 ગ્રામ સોનું લેવા તૈયારી બતાવી હતી.

જોકેતેની પાસે હાલ 9.80 લાખ રૂપિયા હોવાનું જણાવી સુરતથી રૂપિયા લાવીને ઢગોને આપ્યા હતા. જોકેઆ દરમિયાન સ્થળ પર આખી વર્દીમાં આવેલા 2 વ્યક્તિઓ પોતે પોલીસ હોવાની ઓળખ આપી તેમને ધાકધમકી આપી યુક્તિપૂર્વક ઠગ ગેંગને લઈ ફરાર થઈ ગયા હતા. તમામ આરોપીઓ ભાવનગર અને કચ્છ વિસ્તારના છે.

જેમની પાસેથી પોલીસે રૂપિયા 16 લાખ રોકડારૂ. 2 હજારના દરની 3 નોટકોરા કાગળના 21 બંડલો કેજેના ઉપર અને નીચે 500-500ના દરની સાચી ભારતીય ચલણી નોટ મળી આવી હતી. આ સહિત રૂપિયા 1 કરોડની નકલી ડુપ્લીકેટ ચિલ્ડ્રન બેંકની નોટ,અલગ-અલગ બેંકના ચેકપીળી ધાતુની ગોલ્ડ લખેલ ખોટા બિસ્કીટો17 મોબાઇલ3 વાહનો મળી રૂ. 23.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ ઝઘડિયાના કદવાલી ગામેથી ક્રાઇમ બ્રાન્ચે રૂ.1.42 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગરની ધરપકડ

ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી..

New Update
Crime Branch Bharuch
ભરૂચના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કદવાલી ગામેઠી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. કંદવાલી ગામે રહેતા વિશાલ ચીમન વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી તેના ભાઈ ગણેશ ચીમન વસાવાના ઘરે સંતાડી રાખ્યો હતો.
ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ચીમન વસાવાના ઘરમાં રેડ કરી રૂ.1.42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે લીધો છે. પોલીસે ગણેશ ચીમન વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાર્યવાહી માટે મામલો રાજપરડી પોલીસને સોંપાયો છે.